Stavan
Stavan
Aavjo Aavjo Garvo Girnar

आवजो आवजो गरवो गिरनार | Aavjo Aavjo Garvo Girnar

Prashant Shah

Girnar | Song

Listen Now
Listen Now

Lyrics of Aavjo Aavjo Garvo Girnar by Stavan.co

ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર, ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર

શ્રી ગિરનાર રાજા, નેમિનાથ સાચા, મહિમા ત્રણે લોકમાં ગાજતો.…

શિવાદેવી જાયા, પ્રણમું તુજ પાયા, ગિરનાર મંડન થઇ રાજતો

સકળ સંઘ આવો મંગલ ગીતો ગાઓ, ઓવારણાં લઈને વધાવજો

ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર, ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર


ઉજ્જયંત ગિરી નામ, તીરથ બેમિસાલ, જટાધારી જોગી જાણે લાગતો,

સહસાવન સ્થાન, અધ્યાત્મનું ધામ, રોમે રોમે આનંદ ઉપજાવતો

સકળ સંઘ આવો મંગલ ગીતો ગાઓ, ઓવારણાં લઈને વધાવજો...

આવજો આવજો આવજો આવજો આવજો આવજો આવજો સંગે મળી... (2)

ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર, ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર


જીનાલયનો દેદાર, સોહે દેવવિમાન, જયનાદ ગજાવે ધજા,

રૈવતગીરી વિશાલ, બની ઉભો મશાલ, મુક્તિની આપે સાચી દિશા

સિદ્ધયોગી અહી આવતા, મોક્ષની સાધના સાધતા,

દેવદેવી ગીતો ગાવતાં ને, કલ્યાણક ભૂમિને પોંખતા

સહુ ગાવે ગિરી ગુણગાન, મન ભરી ભરી નાચતા

ભાવભક્તિ ભીનો વરસાદ, અનહદ આનંદ પામતા..

હો. ચંડીસરમાં બિરાજે નમિનાથ દાદા, વંથલીમાં સોહે શીતલનાથ દાદા

કૃપા અમ ઉપર વરસાવે જિનરાયા, વંદે વિદ્યુતપ્રભાશ્રીજી ગુરુમૈયા

સૂરિ હિમાંશુ દાદા દયો આશિષ પ્યારા, કહે ધર્મરક્ષિત હેમવલ્લભ મુનીરાયા.

આવજો આવજો આવજો આવજો આવજો આવજો આવજો સંગે મળી... (2)

ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર, ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર


હો. કેવળજ્ઞાન ભૂમિ નિર્વાણ ભૂમિ બની ધન્ય થયો ગિરનાર

તીર્થ રક્ષા કરે તીર્થ સેવા કરે અધિષ્ઠાયિકા અંબિકા માત

રાજીમતી અહીં આવતા રહનેમિ ચલિત થતાં

પ્રાયશ્ચિત કરી શુદ્ધ થતા ને ગિરનારે થી સિદ્ધ થતા

હો… સાક્ષી બન્યો ગિરનાર જ્યાં છે રાજુલ રહનેમિ ની ટૂંક

ચૌદ હજાર નદીના જ્યાં નીર ગુણવંતો છે ગજપદ કુંડ

હો... રૈવતગિરી નામ તીરથ છે મહાન આ ભૂમિ પર પગલાં પ્રભુ માંડશે

ભાવિ ચોવીસી જ્યાંથી નિર્વાણ પામશે ને મહિમા જેનો જિનવર ગાવશે

ભક્તિ ભાવ લાવો તીરથ ને જુહારો ઓવારણા લઈને વધાવજો....

આવજો આવજો આવજો આવજો આવજો આવજો આવજો સંગે મળી... (2)

ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર, ગિરનાર ગિરનાર ગિરનાર ગિરનાર


શ્યામલી સૂરત મોહની મૂરત, ઉપજાવે અજબ અભિલાષા

અનુપમ વદન, અપલક નયન, પૂરણ કરે જીદ્યાસા

સમુદ્રવિજય નંદન, કરું કોટી નમન, લઇ આવ્યો એક જ આશા,

લળી લળી પાયે હું પડી કરું માંગણી થઇ ને દાસા,

તમે સકલ જગતના ત્રાતા, ગિરનાર તીરથ મહારાજા,

સુણી સંધ નાદ, આપો શિવમાં વાસ, નેમિનાથ નિરંજન વ્હાલા..

ગિરનાર ગિરનાર જય જય જય નેમિનાથ..(૨)

સમુદ્રવિજય નંદન શિવાદેવી નંદન ગિરનાર મંડન શ્રી નેમિનાથ..

બોલો શ્રી નેમિનાથ સ્વામી ભગવાન ની જય..

© The Orchard Music

Listen to Aavjo Aavjo Garvo Girnar now!

Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Similar Songs
Central Circle

Contribute to the biggest Jain's music catalog

Over 10k people from around the world contribute to creating the largest catalog of lyrics ever. How cool is that?

Charity Event 1Charity Event 2Charity Event 3Charity Event 3

दान करे (Donate now)

हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।