
अंतरिक्षना ओ दादा रे | Antarikshna O Dada Re
Kushal Ostwal
Latest | Stavan
Lyrics of Antarikshna O Dada Re by Stavan.co
Tun shunyano swami chhe, tun paras pyaro chhe,
Muj jeevan naiyano tun ek kinaro chhe,
Nirmal nishkami chhe tun aatam rami chhe,
Jaane manni vyatha tun antaryami chhe.
Tamari karunani najar muj par aave chhe na koi badha (2)
O Dada re O Dada re Antarikshna O Dada re (2)
Varasothi aankhaladi maari jova tamne tarase chhe,
Bhitarni aa shunyatama bhakti tamari varse chhe,
Duniya kahe tame kaid hata pan e to sahuno bhram chhe,
Asli jel to aa sansare jyan thayo maro janm chhe!!
Kahetun ghanu tamne mane shabdo nathi malta,
Tara vina na sau mane rasta nathi gamta,
Thakyo aa bhavthi hun mane sanyam aapone,
Tarun sharan dai Dada sahun bandhan kaapone,
Udayna charane rahi tane malvun, Antarikshna Raja (2)
O Dada re O Dada re Antarikshna O Dada re (2)
Haiyana aa suna dware snehna toran sajavo ne,
Padharo tyare antar aakhu upvan sam mahkavo ne,
Kaid hato hun bhramanama tame sacho shangar dharavo ne,
He Antarikshna vhala Dada mara antarma have aavo ne!!
तुं शून्यनो स्वामी छे, तुं पारस प्यारो छे,
मुज जीवन नैयानो तुं एक किनारो छे,
निर्मल निष्कामी छे तुं आतम रामी छे,
जाणे मननी व्यथा तुं अंतर्यामी छे
तमारी करुणानी नजर मुज पर आवे छे नां कोई बाधा (2)
ओ दादा रे ओ दादा रे अंतरिक्षनां ओ दादा रे (2)
वरसोथी आंखलडी मारी जोवा तमने तरसे छे,
भीतरनी आ शून्यतामां भक्ती तमारी वरसे छे,
दुनिया कहे तमे कैद हता पण ए तो सहुंनो भ्रम छे,
असली जेल तो आ संसारे ज्यां थयो मारो जन्म छे !!
कहेतुं घणुं तमने मने शब्दो नथी मळता,
तारा विनानां सौ मने रस्ता नथी गमता,
थाक्यो आ भवथी हूं मने संयम आपोने,
तारूं शरणं दई दादा सहुं बंधन कापोने,
उदयनां चरणे रही तने मळवुं, अंतरिक्षनां राजा (2)
ओ दादा रे ओ दादा रे अंतरिक्षनां ओ दादा रे (2)
हैयानां आ सूना द्वारे स्नेहनां तोरण सजावो ने,
पधारो त्यारे अंतर आखुं उपवन सम महकावो ने,
कैद हतो हूं भ्रमणामां तमे साचो शणगार धरावो ने,
हे अंतरिक्षनां व्हाळा दादा मारा अंतरमां हवे आवो ने !!
તું શૂન્યનો સ્વામી છે, તું પારસ પ્યારો છે,
મુજ જીવન નૈયાનો તું એક કિનારો છે,
નિર્મળ નિષ્કામી છે તું આતમ રામી છે,
જાણે મનની વ્યથા તું અંતર્યામી છે.
તમારી કરુણાની નજર મુજ પર આવે છે ના કોઈ બાધા (૨)
ઓ દાદા રે ઓ દાદા રે અંતરિક્ષના ઓ દાદા રે (૨)
વરસોથી આંખલડી મારી જોવા તમને તરસે છે,
ભીતરની આ શૂન્યતામાં ભક્તિ તમારી વરસે છે,
દુનિયા કહે તમે કેદ હતા પણ એ તો સહુનો ભ્રમ છે,
અસલી જેલ તો આ સંસારે જ્યાં થયો મારો જન્મ છે !!
કહેતું ઘણું તમને મને શબ્દો નથી મળતા,
તારા વિના ના સૌ મને રસ્તા નથી ગમતા,
થાક્યો આ ભવથી હું મને સંયમ આપોને,
તારું શરણ દઈ દાદા સહુ બંધન કાપોને,
ઉદયના ચરણે રહી તને મળવું, અંતરિક્ષના રાજા (૨)
ઓ દાદા રે ઓ દાદા રે અંતરિક્ષના ઓ દાદા રે (૨)
હૈયાના આ સૂના દ્વારે સ્નેહના તોરણ સજાવો ને,
પધારો ત્યારે અંતર આખું ઉપવન સમ મહેકાવો ને,
કેદ હતો હું ભ્રમણામાં તમે સાચો શણગાર ધરાવો ને,
હે અંતરિક્ષના વહાલા દાદા મારા અંતરમાં હવે આવો ને !!
© Kushal Ostwal | Antarikshji Tirth
Listen to Antarikshna O Dada Re now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।