आगमन तारुं आगमन | Aagman Taru Aagman
Jatin Bid
Song | Stavan
Lyrics of Aagman Taru Aagman by Stavan.co
રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે,
સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે,
આગમન તારું આગમન…
અંજાવે આતમને કષાયો ચારનાં આકર્ષણો,
મેળવતા જેથી આફતો ને દુઃખ મુજ આમંત્રણો,
રાગ રોષ ને રોગના સંજોગ ટાળે છે,
સદ્ગુણોથી માહરી મૈત્રી કરાવે છે,
આગમન તારું આગમન… (૧)
દોષો તણા એ વૃંદને રહેવું પડે દૂરે હવે,
વિષયો કરે ઈર્ષ્યા ન કોઈ રહી શકે ભીતર હવે,
દંભની દુર્ગંધને દૂરે ધપાવે છે,
ગુણના અત્તરથી અંતર મઘમઘાવે છે,
આગમન તારું આગમન… (૨)
લાગે છે મારગ માહરો ઝાઝો નથી દૂરે હવે,
ચાલું ભલે ધીમું છતાં થાશે સફર પૂરી હવે,
કંટકોને માર્ગના પુષ્પો બનાવે છે,
દઈ અડગ સાહસ પથિક શૂરો બનાવે છે,
આગમન તારું આગમન… (૩)
रोमे रोमे हर्षनी वृद्धि करावे छे,
साधनाथी आत्मनी शुद्धि करावे छे,
आगमन तारुं आगमन…
अंजावे आतमने कषायो चारनां आकर्षणो,
मेळवता जेथी आफतो ने दुःख मुज आमंत्रणो,
राग रोष ने रोगना संजोग टाळे छे,
सद्गुणोथी माहरी मैत्री करावे छे,
आगमन तारुं आगमन… (१)
दोषो तणा ए वृंदने रहेवुं पडे दूरे हवे,
विषयो करे ईर्ष्या न कोई रही शके भीतर हवे,
दंभनी दुर्गंधने दूरे धपावे छे,
गुणना अत्तरथी अंतर मघमघावे छे,
आगमन तारुं आगमन… (२)
लागे छे मारग माहरो झाझो नथी दूरे हवे,
चालुं भले धीमुं छतां थाशे सफर पूरी हवे,
कंटकोने मार्गना पुष्पो बनावे छे,
दई अडग साहस पथिक शूरो बनावे छे,
आगमन तारुं आगमन… (३)
© JB-Musiclab
Listen to Aagman Taru Aagman now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।