भावु तरी भावना | Bhavu Tari Bhavna
Stavan
Lyrics of Bhavu Tari Bhavna by Stavan.co
ભાવું તારી ભાવના
હે જીનરાજ તારી કરવી છે મારે આરાધના ... ભાવું તારી
તૂટ્યો ફૂટ્યો તંબૂરો લઈને ... તવ મંદિરે આવું
તાલ સૂરની સમજ પડે ના ... તોયે ભાવથી ગાવું
જીવનસંગીતની કરવી છે મારે સાધના . . . ભાવું તારી
અગણિત તારા ગુણની ગરવી કરવી મારે કવિતા
નિત્ય નિરંતર ઘટઘટ વહેતી ... તારી સ્નેહસરિતા
કરું છું સદાયે તારી કરુણાની કામના . . . . ભાવું તારી
જીવન ઉજ્જવળ કરવા કાજે ઝંખું પ્રેમળ જ્યોતિ
જુગજુગથી આ આતમ મારો , તને રહ્યો છે ગોતી
સ્વીકારજે તું મારી અધૂરી ઉપાસના . . . . . ભાવું તારી
© Jain Stavans
Listen to Bhavu Tari Bhavna now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।