Stavan
Stavan
He Nemijin Mara Hridayma Shauryaras Janmavjo

हे नेमीजीन मारा हृदयमा शौर्यरस जन्मवजो | He Nemijin Mara Hridayma Shauryaras Janmavjo

Prashant Shah | Paras Gada

Girnar | Stavan

Listen Now
Listen Now

Lyrics of He Nemijin Mara Hridayma Shauryaras Janmavjo by Stavan.co

હે નેમિજિન મારા હૃદયમાં શૌર્યરસ જન્માવજો

રાજીમતી તમને મનાવા નાથ વલવલતી હતી

તો યે તમે સંયમતણા સંકલ્પ થી ડગ્યા નથી

હે સત્વમૂર્તિ સત્વ એ આસત્વહીન ને આપજો

હે નેમિજિન મારા હૃદયમાં શૌર્યરસ જન્માવજો… (૧)


જે સત્વ આરાધી તમે રામતી છોડી ગયા

જે સત્વ સાધી વિષયની સહુ વાસના તોડી ગયા

તે સત્વનું પ્રતિબિંબ મારા જીવનપટ પર પાડજો

હે નેમિજિન મારા હૃદયમાં શૌર્યરસ જન્માવજો.… (૨)


તોરણ સમય પોકાર પશુઓનો સુણી સ્વામી તમે

છોડી બધું પલવારમાં પહોંચી ગયા સહસાવને

મુજમાય એવું ત્યાગ સત્વ હવે પ્રભુ વિકસાવજો

હે નેમિજિન મારા હૃદયમાં શૌર્યરસ જન્માવજો. (૩)


તવ જીવનમાં વિષયો-વિકારો નાથજી એકે નથી

હું શું કહું મારા જીવનમાં એ વિના કશુંયે નથી

વિનવું હવે મુજમાં અનાસક્તિ જ્વલંત જગાવજો

હે નેમિજિન મારા હૃદયમાં શૌર્યરસ જન્માવજો… (૪)


હું ઇન્દ્રિયોના સંગમાં દિનરાત સ્વામી રાચતો

એનો નચાવ્યો નાચ હું ઘેલો બનીને નાચતો

ઇન્દ્રિય વિજયનો ચાંદલો મુજ ભાલ પર ચમકાવજો

હે નેમિજિન મારા હૃદયમાં શૌર્યરસ જન્માવજો… (૫)


જેને બની પરવશ અનંતા જીવ દુર્ગતિ માં પડ્યા

જેને કરી સ્વ-વશ અનંતા જીવ સિદ્ધિશિખર ચઢ્યાં

વશીકરણ કરવા મનતણું કોઈ મંત્ર રૂડો આપજો

હે નેમિજિન મારા હૃદયમાં શૌર્યરસ જન્માવજો.. (૬)


હરિસૈન્ય પર જયારે જરાસંઘે જરાઓ પાથરી

તપ સાધના ત્યારે બતાવીને તમે રક્ષા કરી

મુજનેય મોહજરા સતાવે કો ઉપાય બતાવજો

હે નેમિજિન મારા હૃદયમાં શૌર્યરસ જન્માવજો (૭)


ગોમેધ ને મા અંબિકાને ચરણ સેવા દઈ દીધી

વળી ધાર સજ્જન આદિને પ્રભુ તીર્થ સેવા દઈ દીધી

એવા જ રૂડા અવસરો મુજનેય સ્વામી બાપજો

હે નેમિજિન મારા હૃદયમાં શૌર્યરસ જન્માવજો. (૮)

© Dharmadisha

Listen to He Nemijin Mara Hridayma Shauryaras Janmavjo now!

Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Similar Songs
Central Circle

Jain Choghadiya Today - शुभ समय देखें

जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।