क्यां थशे जनम (मौतनी घडी सुधि) | Kyan Thase Janam (Maut Ni Ghadi Sudhi)
Stavan
Lyrics of Kyan Thase Janam (Maut Ni Ghadi Sudhi) by Stavan.co
મોતની ઘડી સુધી જો નહિ કરું ધરમ, ક્યાં થશે જનમ ? (૨)
જીવની સાથે જશે જો આ કૂડાં કરમ, ક્યાં થશે જનમ ? (૨)
મોતની ઘડી સુધી...
કૂતરાં ને કાગડાં નજરે મને દેખાય છે,
કેટલા કીડીમંકોડાં માર્ગમાં ઉભરાય છે,
જે કરે જેવા કરમ એવી ગતિમાં જાય છે.
જો નહીં જાણું કદી આ કર્મનો મરમ, ક્યાં થશે જનમ? (૨)
મોતની ઘડી સુધી...
ધર્મના દેખાડને હું ધર્મ માન્યું જાઉં ,
લોક જેને ધર્મ સમજે તે સ્વીકાર્યું જાઉં છું,
અંતરાત્મા જે કહે તે જૂઠ સમયે જાઉં છું.
જો નહીં તૂટે કદાપી આ જૂઠો ભરમ, ક્યાં થશે જનમ? (૨)
મોતની ઘડી સુધી...
જિંદગી લાંબી ઘણી છે હું છું એવા ખ્યાલમાં,
ભોગવી લ્યો ભોગ સઘળાં, શું ઉપાધિ હાલમાં?
બાદમાં બેસી જશું માળા લઈને હાથમાં,
જો તૂટી જાએ અચાનક શ્વાસની સરગમ, ક્યાં થશે જનમ? (૨)
મોતની ઘડી સુધી.
અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ
સર્વે જીવો મોક્ષે જાઓ, અહમ્ મૈયા અમર તપો
© Jain Stuti Stavan
Listen to Kyan Thase Janam (Maut Ni Ghadi Sudhi) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Contribute to the biggest Jain's music catalog
Over 10k people from around the world contribute to creating the largest catalog of lyrics ever. How cool is that?
दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।