माता त्रिशला ज़ुलावे पुत्र पारणे रे (हालरडु) | Mata Trishla Jhulave Putra Parne Re (Halradu)
Swetha Gandhi
Paryushan | Janam Kalyanak | Stavan
Lyrics of Mata Trishla Jhulave Putra Parne Re (Halradu) by Stavan.co
Mata Trishla Jhulave Putra Parne Reh
Gave Halo Halo Halarvana Geet
Sona Rupaneh Wadi Ratneh Jadiyu Parnu Reh
Resham Dori Gugri Vaghe Chum Chum Reet
Halo (4) Mhara Nandneh Reh…..(2)……..[1]
Jinji Parshwa Prabhuthi Varas Adise Antare
Hose Chovisma Tirthankar Jin Pariman
Keshi Swami Mukhti Aehvi Vaani Sambhadi
Sachi Sachi Hui Teh Mhare Amrut Vaan
Halo(4) Mhara Nandneh Reh …..(2)…….[2]
Chaudeh Swapneh Hove Chakri Keh Jinraj
Vitya Baare Chakri Nahi Have Chakriraj
Jinji Parshva Prabhuna Shri Kesri Gandhar
Tehneh Vachane Janya Chovishma Jinraaj
Halo(4) Mhara Nandneh Reh …..(2)…….[3]
Mari Kukhe Aavya Tran Bhuvan Shirtaj
Mari Kukhe Aavya Taaran Taran Jahaj
Mari Kukhe Aavya Sang Tirathni Laaj
Hu Toh Punya Panoti Indrani Thai Aaj
Halo(4) Mhara Nandneh Reh …..(2)….....[4]
Mujneh Dohlo Upanyo Besu Gaj Umbadiye
Sinhasan, Par Besu Chamar Chatra Dharaay,
Eh Sahu Lakshan Mujneh Nandan ! Tara Tejnah,
Teh Din Sambharu Neh Ananad Ang Na Maay,
Halo(4) Mhara Nandneh Reh …..(2)…..[5]
Kartal Pagtal Lakshan Ek Hazar Neh Aath Che,
Tehthi Nischay Janya Jinvar Shri Jagdish
Nandan ! Jamni Janghe Lanchan Sinha Birajtoh
Main Toh Pehleh Swapneh Ditho Vishwavish
Halo(4) Mhara Nandneh Reh …..(2)…..[6]
Nandan Navala Bandhav Nandi Vardhanna Tamme
Nandan Bhojaione Diyar Cho Sukumal
Hasshe Bhojaio Kahi Diyar Mhara Laadka
Hasshe Ramshe Neh Vadi Chuti Khanse Gaal
Hasshe Ramshe Neh Vadi Thusa Dese Gaal
Halo(4) Mhara Nandneh Reh …..(2)….[7]
Nandan Navala Cheda Rajana Bhanej Cho
Nandan Navala Panchso Mamina Bhanej Cho
Nandan Maamliyana Bhaneja Sukumaal
Hasshe Hathe Uchali Kahine Nana Bhaneja
Aankho Aanjine Vadi Tapku Karse Gaal
Halo(4) Mhara Nandneh Reh …..(2)…..[8]
Nandano Mama Mami Lavashe Topi Angla
Ratneh Jadiya Zaalar Moti Kasabi Kor
Nila Pida Neh Vadi Rata Sarve Jaatina
Paheravse Mami Mahrah Nanda Kishor
Halo(4) Mhara Nandneh Reh …..(2)…….[9]
Nandan Mama Mami Sukhaldi Bahu Laavse
Nandan Gajve Bharse Laadu Motichur
Nandan Mukhada Joineh Leshe Mami Bhamna
Nandan Mami Kahese Jivo Sukh Bharpur
Halo(4) Mhara Nandneh Reh …..(2)…[10]
Nandan Navala Cheda Mamani Sathe Sati
Mhari Bhatriji Neh Bahen Tamari Nanda
Te Pan Gajve Bharva Lakhansai Lavse
Tamneh Joi Joi Hoshe Adhiko Paramanand
Halo(4) Mhara Nandneh Reh …..(2)….[11]
Ramva Kaaje Lavashe Lakh Takano Ghugaro
Vadi Suda Mena Popat Ne Gajraj
Saaras, Koyal, Hansa, Titar, Neh Vadi Morji
Mami Lavashe Ramva Nand Tamare Kaaj
Halo(4) Mhara Nandneh Reh …..(2)…..[12]
Chapan Kumari Amari Jal Kadshe Navravia
Nandan Tamane Amane Keligharni Mahi
Fulni Vrusti Kidhi Yojan Ekneh Maandleh
Bahu Chiranjivo Aashish Didhi Tumne Tyaahi
Halo(4) Mhara Nandneh Reh …..(2)…….[13]
Tamaneh Merugiri Par Surpatiye Navraviya
Nirkhi Nirkhi Harkhi Sukrut Labha Kamaay
Mukhda Upar Varu Koti Koti Chandrama
Vadi Tan Par Varu Grahganno Samudaay
Halo(4) Mhara Nandneh Reh …..(2)…..[14]
Nandan Navla Bhanva Nisaade Pan Muksu
Gajpar Ambadi Besadi Mhote Saaj
Pasli Bharsu Shrifal Fofad Nagarvelsu
Sukhaldi Lesu Nishadiyaane Kaaj
Halo(4) Mhara Nandneh Reh …..(2)….[15]
Nandan Navala Mota Thaso Neh Parnavasu
Vahuvar Sarkhi Jodi Lavshu Rajkumar
Sarkhe Sarkha Vevai Vavaione Padravasu
Varvahu Pokhi Leshu Joi Joine Dedar
Halo(4) Mhara Nandneh Reh …..(2)….[16]
Peyar Saasar Mhara Behu Pakh Nandan Ujjada
Mari Kukhe Aavya Taat Panota Nand
Mare Aangneh Vuthya Amrut Dudhe Mehula
Mare Aangne Faliya Surtaru Sukhna Kand
Halo(4) Mhara Nandneh Reh …..(2)…….[17]
Eni Pare Gaayu Mata Trishla Sutnu Paarnu
Je Koi Gaase Leshe Putra Tana Samrajya
Bilimora Nagare Varnavyu Veernu Halaru
Jay Jay Mangal..(2) Hojo Dipvijay Kaviraj
Halo(4) Mhara Nandneh Reh …..(2)......[18]
माता त्रिशला ज़ुलावे पुत्र पारणे रे....,
गावे हालो हालो हालरवाना गीत,
सोना-रुपाने वळी रतने जडियु पारणु रे...
रेशम दोरी घुघरी वागे छुम छुम रित...हालो हालो हालो हालो म्हारा नंदने रे.....1
जिनजी पार्श्व प्रभुथी वरश अढीसे अंतरे,
होंसे चोविसमो तीर्थंकर जिन परिमाण,
केशी स्वामी मुखथी एवी वाणी सांभळी,
साची साची हुई ते म्हारे अमृत वाण.....
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....2
चौदे स्वप्ने होवे चक्रि के जिनराज,
वित्या बारे चक्री नही हवे चक्रिराज,
जिनजी पार्श्व प्रभुना श्री केशी गणधार,
तेहने वचने जाण्या चोविसमा जिनराज,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....3
म्हारी कुखे आव्या त्रण भुवन शिरताज,
म्हारी कुखे आव्या तारण तरण जहाज,
म्हारी कुखे आव्या संघ तीरथनी लाज,
हु तो पुण्य पनोती इंद्राणी थई आज,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....4
मुजने दोहलो उपन्यो बेसु गज अंबाडिये,
सिंहासन पर बेसु चामर छत्र धराय,
ए सहु लक्षण मुजने नंदन ! त्हारा तेजना,
ते दिन संभारु ने आनंद अंग न माय,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....5
करतल पगतल लक्षण एक हजार ने आठ छे,
तेहथी निश्चय जाण्या जिनवर श्री जगदीश,
नंदन जमणी जांघे लांछन सिंह बिराजतो,
में तो पहेले स्वप्ने दिठो विसवावीस,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....6
नंदन नवला बंधव नंदिवर्धनना तमे,
नंदन भोजाईओना दियर छो सुकुमाल,
हससे भोजाईओ कही दियर म्हारा लाडका,
हससे रमशेने वळी चुंटी खणशे गाल,
हससे रमशेने वळी ठुंसा देशे गाल,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....7
नंदन नवला चेडा राजाना भाणेज छो,
नंदन नवला पांचसे मामीना भाणेज छो,
नंदन मामलियाना भाणेजा सुकुमाल,
हससे हाथे उच्छाळी कहीने नाना भाणेजा,
आँखों आंजीने वळी टपकु करशे गाल,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....8
नंदन ! मामा मामी लावशे टोपी अंगला,
रतने जडिया जालर मोती कसबी कोर,
निला पिलाने वळी राता सर्वे जाती ना,
पहेरावशे मामी म्हारा नंद किशोर,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....9
नंदन मामा मामी सुखलडी बहु लावशे,
नंदन गजुवे भरशे लाडु मोती चूर,
नंदन मुखड़ा जोईने लेशे मामी भामणा,
नंदन मामी कहेशे जीवो सुख भरपूर,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....10
नंदन नवला चेडा मामानी साते सती,
म्हारी भत्रीजी ने बहेन तमारी नंद,
ते पण गजुवे भरवा लाखण श्याही लावशे,
तुमने जोई जोई होशे अधिको परमानंद,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....11
रमवा काजे लावशे लाख टकानो घुघरो,
वळी सुडा मेना पोपटने गजराज,
सारस, कोयल, हंस, तितरने, वळी मोरजी,
मामी लावशे रमवा नंद तमारे काज,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....12
छप्पन कुमरी अमरी जळ कळशे न्हवराविया,
नंदन तमने अमने केलीघरनी मांही,
फुलनी वृष्टि किधी योजन एकने मांडले,
बहु चिरंजीवो आशीष दिधी तुमने त्यांही,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....13
तमने मेरूगिरी पर सुरपति ऐ न्हवरावीया,
निरखी निरखी हरखी सुकृत लाभ कमाय,
मुखड़ा ऊपर वारु कोटि कोटि चंद्रमा,
वळी तन पर वारु ग्रहगणनो समुदाय,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....14
नंदन नवला भणवा निशाळे पण मुकशु,
गज पर अंबाड़ी बेसाड़ी म्होटे साज,
पसली भरशु श्रीफळ फोफळ नागरवेलशु,
सुखलडी लेशु निशाळीयाने काज,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....15
नंदन नवला म्होटा थाशोने परणावशु,
वहु-वर सरखी जोड़ी लावशु राजकुमारसरखे सरखा वेवाई वेवणोने पधरावशु,
वहु-वर पोंखी लेशु जोई जोईने देदार,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....16
पियर सासर म्हारा बेऊ पख नंदन !उजळा,
म्हारी कुखे आव्या तात पनोता नंद,
म्हारे आंगण वुठ्या अमृत दुधे मेहुला,
म्हारे आंगण फळीया सुर तरु सुखना कंद,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....17
ऐणी परे गायु माता त्रिशला सूतनु हालरू,
जे कोई गाशे लेशे पुत्र तणा साम्राजय,
बिलिमोरा नगरे वर्णव्यू श्री वीरनु हालरु,
जय जय मंगल होजो दीपविजय कविराज,
हालो हालो हालो हालो म्हारा नंदने रे.....18
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે,
ગાવે હાલો હાલો હાલરવાના ગીત
સોના-રુપાને વળી રતને જડિયુ પારણુ રે,
રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રિત
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧..
જિનજી પાર્શ્વ પ્રભુથી વરશ અઢીસે અંતરે,
હોંસે ચોવિસમો તીર્થંકર જિન પરિમાણ,
કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી,
સાચી સાચી હુઈ તે મ્હારે અમૃત વાણ
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૨..
ચૌદે સ્વપ્ને હોવે ચક્રિ કે જિનરાજ,
વિત્યા બારે ચક્રી નહી હવે ચક્રિરાજ,
જિનજી પાર્શ્વ પ્રભુના શ્રી કેશી ગણધાર,
તેહને વચને જાણ્યા ચોવિસમા જિનરાજ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૩..
મ્હારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ,
મ્હારી કુખે આવ્યા તારણ તરણ જહાજ,
મ્હારી કુખે આવ્યા સંઘ તીરથની લાજ,
હુ તો પુણ્ય પનોતી ઇંદ્રાણી થઈ આજ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૪..
મુજને દોહલો ઉપન્યો બેસુ ગજ અંબાડિયે,
સિંહાસન પર બેસુ ચામર છત્ર ધરાય,
એ સહુ લક્ષણ મુજને નંદન ! ત્હારા તેજના,
તે દિન સંભારુ ને આનંદ અંગ ન માય,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૫..
કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે,
તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ,
નંદન જમણી જાંઘે લાંછન સિંહ બિરાજતો,
મેં તો પહેલે સ્વપ્ને દિઠો વિસવાવીસ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૬..
નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે,
નંદન ભોજાઈઓના દિયર છો સુકુમાલ,
હસસે ભોજાઈઓ કહી દિયર મ્હારા લાડકા,
હસસે રમશેને વળી ચુંટી ખણશે ગાલ,
હસસે રમશેને વળી ઠુંસા દેશે ગાલ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૭..
નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છો,
નંદન નવલા પાંચસે મામીના ભાણેજ છો,
નંદન મામલિયાના ભાણેજા સુકુમાલ,
હસસે હાથે ઉચ્છાળી કહીને નાના ભાણેજા,
આઁખોં આંજીને વળી ટપકુ કરશે ગાલ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૮..
નંદન! મામા મામી લાવશે ટોપી અંગલા,
રતને જડિયા જાલર મોતી કસબી કોર,
નિલા પિલાને વળી રાતા સર્વે જાતી ના,
પહેરાવશે મામી મ્હારા નંદ કિશોર,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૯..
નંદન મામા મામી સુખલડી બહુ લાવશે,
નંદન ગજુવે ભરશે લાડુ મોતી ચૂર,
નંદન મુખड़ા જોઈને લેશે મામી ભામણા,
નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧૦..
નંદન નવલા ચેડા મામાની સાતે સતી,
મ્હારી ભત્રીજી ને બહેન તમારી નંદ,
તે પણ ગજુવે ભરવા લાખણ શ્યાહી લાવશે,
તુમને જોઈ જોઈ હોશે અધિકો પરમાનંદ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧૧..
રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘુઘરો,
વળી સુડા મેના પોપટને ગજરાજ,
સારસ, કોયલ, હંસ, તિતરને, વળી મોરજી,
મામી લાવશે રમવા નંદ તમારે કાજ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧૨…
છપ્પન કુમરી અમરી જળ કળશે ન્હવરાવિયા,
નંદન તમને અમને કેલીઘરની માંહી,
ફુલની વૃષ્ટિ કિધી યોજન એકને માંડલે,
બહુ ચિરંજીવો આશીષ દિધી તુમને ત્યાંહી,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧૩..
તમને મેરૂગિરી પર સુરપતિ ઐ ન્હવરાવીયા,
નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય,
મુખડા ઊપર વારુ કોટિ કોટિ ચંદ્રમા,
વળી તન પર વારુ ગ્રહગણનો સમુદાય,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧૪..
નંદન નવલા ભણવા નિશાળે પણ મુકશુ,
ગજ પર અંબાડી બેસાડી મ્હોટે સાજ,
પસલી ભરશુ શ્રીફળ ફોફળ નાગરવેલશુ,
સુખલડી લેશુ નિશાળીયાને કાજ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧૫..
નંદન નવલા મ્હોટા થાશોને પરણાવશુ,
વહુ-વર સરખી જોડી લાવશુ રાજકુમાર
સરખે સરખા વેવાઈ વેવણોને પધરાવશુ,
વહુ-વર પોંખી લેશુ જોઈ જોઈને દેદાર,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧૬..
પિયર સાસર મ્હારા બેઊ પખ નંદન! ઉજળા,
મ્હારી કુખે આવ્યા તાત પનોતા નંદ,
મ્હારે આંગણ વુઠ્યા અમૃત દુધે મેહુલા,
મ્હારે આંગણ ફળીયા સુર તરુ સુખના કંદ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧૭..
ઐણી પરે ગાયુ માતા ત્રિશલા સૂતનુ હાલરૂ,
જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજય,
બિલિમોરા નગરે વર્ણવ્યૂ શ્રી વીરનુ હાલરુ,
જય જય મંગલ હોજો દીપવિજય કવિરાજ,
હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે ૧૮..
© Swetha Gandhi
Listen to Mata Trishla Jhulave Putra Parne Re (Halradu) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Contribute to the biggest Jain's music catalog
Over 10k people from around the world contribute to creating the largest catalog of lyrics ever. How cool is that?
दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।