शेत्रुंजा गढ़ना वासी रे | Shatrunjay Gadh Na Vasi Re (Raag 2)
Palitana | Stavan
Lyrics of Shatrunjay Gadh Na Vasi Re (Raag 2) by Stavan.co
શેત્રુંજય ગઢના વાસી રે, મુજરો માનજો રે,
સેવકની સુણી વાતો રે, દિલમાં ધારજો રે,
પ્રભુ મેં દીઠો તુમ દેદાર,
આજ મુને ઉપન્યો હરખ અપાર,
સાહિબા ની સેવા રે, ભવદુઃખ ભાંગશે રે… ૧
એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે,
ચોરાશી લાખ ફેરા રે, દૂર નિવારજો રે,
પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ,
દરશિન વહેલું વહેલું રે દાખ
સાહિબાની…. ૨
દોલત સવાઈ રે, સોરઠ દેશની રે,
બલિહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે,
પ્રભુ તારું રૂડું દીઠું રૂપ,
મોહ્યા સુરનર વૃન્દને ભૂપ.
સાહિબાની…. ૩
તીરથ કો નહિ રે, શેત્રુંજય સરિખું રે,
પ્રવચન પેખીને રે, કીધું મેં પારખું રે,
ઋષભને જોઈ જોઈ હરખે જેહ,
ત્રિભુવન લીલા પામે તેહ.
સાહિબાની…. ૪
ભવોભવ માંગુ રે, પ્રભુ તાહરી સેવના રે,
ભાવઠ ન ભાંગે રે, જગમાં જે વિના રે,
પ્રભુ મારા પૂરો મનના કોડ,
ઇમ કહે ઉદયરત્ન કર જોડ.
સાહિબાની…. ૫
शेत्रुंजय गढना वासी रे, मुजरो मानजो रे,
सेवकनी सुणी वातो रे, दिलमां धारजो रे,
प्रभु में दीठो तुम देदार,
आज मुने उपन्यो हरख अपार,
साहिबा नी सेवा रे, भवदुःख भांगशे रे… १
एक अरज अमारी रे, दिलमां धारजो रे,
चोराशी लाख फेरा रे, दूर निवारजो रे,
प्रभु मने दुर्गति पडतो राख,
दरशिन वहेलुं वहेलुं रे दाख
साहिबानी…. २
दोलत सवाई रे, सोरठ देशनी रे,
बलिहारी हुं जाउं रे, प्रभु तारा वेशनी रे,
प्रभु तारुं रूडुं दीठुं रूप,
मोह्या सुरनर वृन्दने भूप.
साहिबानी…. ३
तीरथ को नहि रे, शेत्रुंजय सरिखुं रे,
प्रवचन पेखीने रे, कीधुं में पारखुं रे,
ऋषभने जोई जोई हरखे जेह,
त्रिभुवन लीला पामे तेह.
साहिबानी…. ४
भवोभव मांगु रे, प्रभु ताहरी सेवना रे,
भावठ न भांगे रे, जगमां जे विना रे,
प्रभु मारा पूरो मनना कोड,
इम कहे उदयरत्न कर जोड.
साहिबानी…. ५
© Ashwin Jain Prabhu Bhakti
Listen to Shatrunjay Gadh Na Vasi Re (Raag 2) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।