
दान धर्म नी सज्जाय | Dan Dharam Ni Sajjay
Stavan
Lyrics of Dan Dharam Ni Sajjay by Stavan.co
ચોત્રિશ અતિશયવંત સમવસરણે બેસી હો જગગુરૂ
ઉપદેશે અરિહંત દાનતણા ગુણ હો પહલે સુખકરૂ
ચોત્રિશ અતિશયવંત સમવસરણે બેસી હો જગગુરૂ
દાન દોલત દાતાર દાન ભાંજે હો ભવનો આમલો
દાનના પાંચ પ્રકાર ઉલટ આણી હો ભવિયણ સાંભલો
પહેલું અભય સુદાન દયા હેતે હો નિજ તનુ દીજીયે
જિમ મેઘરથ રાજન જીવ સર્વને હો નિરભય કીજીયે
ચોત્રિશ અતિશયવંત…
બીજું દાન સુપાત્ર સત્તર ભેદે હો સંજમ જે ઘરે
નિર્મલ વ્રત ગુણ ગાત્ર તૃણ મણિ કંચન હો અદત્ત જે પરિહરે
અશનાદિક જે આહાર હેજે દીજે હો હાજર જે હોવે
જિમ શાલિભદ્ર કુમાર સુપાત્રદાને હો મહા સુખ ભોગવે
ચોત્રિશ અતિશયવંત…
અનુકંપા દાન વિશેષ ત્રીજું દેતા હો પાત્ર ન જોઈયે
અન્નનો અરથી દેખી તેહને આપી હો પુણ્યવંતા હોઇયે
ધન પામી સસનેહ અવસર આવે હો જ્ઞાતિ જે પોષિયે
ઉચિત ચોથું એહ સ્વજન કુટુંબ હો જેહથી સંતોષિયે
ચોત્રિશ અતિશયવંત…
પાંચમુ કીરતી દાન યાચક જનને હો જે કાઈ આપીયે
વાઘે તેણે યશ વાત જગમા સઘલે હો ભલપણ થાપિયે
પામી ચિત્ત વિત્ત પાત્ર જેહથી પ્રાણીઓ હો અવિચલ સુખ લહે
ધન દેતા ક્ષણ માત્ર વિલંબ ન કીજે હો ઉદયરત્ન કહે
ચોત્રિશ અતિશયવંત…
ઉપદેશે અરિહંત દાનતણા ગુણ હો પહલે સુખકરૂ
ચોત્રિશ અતિશયવંત સમવસરણે બેસી હો જગગૂરૂ
હો જગગુરૂ હો જગગુરૂ હો જગગુરૂ
© Stavan.co
Listen to Dan Dharam Ni Sajjay now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।